Posted by: Sanket Dave | January 29, 2010

લાફ્ટર ક્લબ

બસ કંડકટર : અરે ભાઈ, સીટ ખાલી છે તો પણ તમે બેસતા કેમ નથી?

પેસેન્જર : મારી પાસે બેસવાનો બિલકુલ સમય નથી. મારે જલદી પહોંચવાનું છે …

———————————————————————————————–

ચંદુને હડકાયું કૂતરું કરડ્યુ. એને હડકવા ઉપડ્યો. ઘરે પહોંચી ને પત્નીને કહ્યું ‘મને કાગળ પેન્સિલ આપ”

પત્ની:  ‘વસિયતનામુ બનાવવું છે?’

ચંદુ:  ‘કોને કોને કડવું તેનુ લિસ્ટ બનાવું છું’

‘બાપુ, તમારો કૂતરો બાકી કેવું પડે. સિંહ જેવો લાગે છે.’

‘અરે ડફોળ, તારો સગો ઈ સિંહ જ છે. પણ ખાધાપીધા વગર્યનો કૂતરા જેવો થઈ ગયો છે.’

———————————————————————————————–

‘ડૉક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?’

‘રૂ. બે લાખ થાય.’

‘અને સાહેબ, જો પ્લાસ્ટિક હું મારા ઘરેથી લઈ આવું તો….?

બાપુએ પૂરપાટ ગાડી હંકારતાં અકસ્માત નોતર્યો. કોર્ટમાં જજસાહેબે પૂછ્યું, ‘બોલો શી સજા આપું? 30 દિવસની જેલ કે 3000 રૂપિયા?’

બાપુ : ‘સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય!. .

———————————————————————————————–

ન્યાયાધીશ: “મને જાણવા મળ્યું છે કે તેં પત્નીને ડરાવી, ધમકાવીને, ગુલામની જેમ ઘરમાં રાખી છે?

ગુનેગાર: સાહેબ, વાત એમ છે કે…

ન્યાયાધીશ:” બસ, બસ એની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તું માત્ર એટલું જ કહે કે, તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે?  ”     

———————————————————————————————–

નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- પાસબુક

———————————————————————————————

અમેરિકાના હાઈવે પર એક સરદારજી કાર ચલાવી રહ્યા હતા ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન આવ્યો. ‘અજી સુનત હો, અભી અભી ટીવી પે દિખાયા કિ કોઈ પાગલ હાઈ-વે પે રોંગ સાઈડમેં ગાડી ચલા રહા હૈ. સાવધાન રહેના.’

સરદારજી: ‘અરે ભાગ્યવાન, એક નહિં અહીં તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું ભગવાનનું નામ લઈને માંડ બચું છું. . .

વાજપાયી નવરાંબેઠાં એક ખાસ મિત્ર સાથે ગપ્પા મારતા હતા. વાત વાતમાં તેમણે પોતાના મનની અપ્રગટ ઈચ્છા મિત્ર સમક્ષ પ્રગટ કરી.”‘યાર, હવે એકલતા બહુ કઠે છે. મને એમ થાય છે કે લગ્ન કરી લઉં. કોઈ વિધવાને પરણી જાઉં. તારું શું કહેવું છે?”

વાજપાયીનો મિત્ર: “વિધવાને પરણ કે કુંવારીને, જેને પરણીશ તે વિધવા જ થવાની છે.”. .

દુ: વિષય પર એક નિબંધ લખવા બેઠોબહુ વિચાર્યુના કાં સુજ્યુહાય….રેનિબંધઅધુરો રહ્યો

એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી…. હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!    

હસે તેનુ ઘર વસે
ના હસે તેના ઘર આગડ કુતરા ભસે….

દીકરી વ્હાલ નો દરિયો

ને દીકરો બોર નો ઠળીયો…

રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરવાવાળાઓ માટે જે છેલ્લા ટાઇમે ટ્રેન પકડે છે

ઉઠો, જાગો અને ટ્રેન પ્રાપ્તિ માટે મંડ્યા રહો….

——————————————————————————-

એક રિક્ષામાં પેસેન્જર સીટ્ની સામે લખ્યુતુ
ભારતની સંસ્ક્રુતિ વિશ્વમાં વખણાય છે
સભ્યતાથી બેસજો,કાચમાં દેખાય છે….

મોજા હી મોજા,
બુટ ચોરાઇ ગયા….

ૐ સસ્તીનાહ ઇન્દ્રો …દુધ પી ગ્યો મીંદડો…

પહેલુ સુખ તે જાતે નર્યા,

ને ઘર ચોખ્ખુ જો પોતા કર્યા…

નારી તુ નરનારી

અમે ટોસ અને તમે ખારી…

દુધનો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક મારી ને પીવે…

વંદે માતરમ, ખિસ્સા કાતરમ્

ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ..

હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!…

ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don’t worry….

આજ કરે સો કલ કર
કલ કરે સો પરસો
ઇતની જલદી ક્યા પડી હે
જબ જીના હે બરસો…

સંપ ત્યાં જંપ
સાયકલ ત્યાં પંપ….          

लव मैरिज और अरेंज मैरिज में क्या फर्क है?
लव मैरिज में आप अपनी गर्ल फ्रैंड से शादी करते हो और अरेंज मैरिज में आप किसी और की गर्ल फ्रैंड से शादी करते हो..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: