Posted by: Sanket Dave | January 29, 2010

ગુજરાતી કવ્યો/છંદ/દુહા

“ જીભ ને સ્વાદ જોઇએ છે

સ્વાદ ને ભાવ

ભાવ ને તો સમય જોઇએ છે

સમય ને સંજોગ

સંજોગો ને યોગ

જોગ માટે તો નસીબ જોઇએ છે

અને  બધાને સમજવા…… જીવન જોઇએ છે

રચનાકર્તા- NISHIT JOSHI

sourse :nishitjoshi.wordpress.com

shri

ધર્મ ને સંસ્કૃ તિ  મા’ને  બાપ છે

પ્રેમ કરવો એ જ જગમાં પાપ છે ?

લાખ   ચાલે  પાઠપૂજા  તોય  શું

એક બસ તેનો નિરંરત જાપ છે !

માગશો પાણી તો મળશે દૂધ પણ

કોઈને  ચાહો તો મળશે શ્રાપ છે.

પ્રેમની લવલવ તો દુનિયા બહું કરે

પણ રમતમાં આપશે  તે થાપ છે.

જેલ  મ્હેલો  ચહું  દિશા ટૂંકી પડે

હું ને તું, દિલનો ખુણો અમાપ છે

આંધળો  જેને કહો તે પ્રેમ તો

સૃષ્ટિનું સંગીત છે, આલાપ છે

પથ્થરોમાં  સ્થાન કયાં છે પ્રેમનું

પ્રેમના મંદિરમાં તેની છાપ છે.

ધર્મનો ઉપયોગ તો ઘાતક ઠર્યો

ચોતરફ ધિક્કાર ઘૃણા તાપ છે.

પ્રેમની હત્યા ‘દિલીપ’ તેં જોઈ ત્યાં

ક્યાં  ગુનાઓ  કે સજાનું  માપ છે.

રચનાકર્તા-દિલીપ ગજજર

sourse: http://leicestergurjari.wordpress.com/2010/01/19/ધર્મ-ને-સંસ્કૃ-તિ-માને-બાપ/

shri

એક નામ.

નવા પડેલા બરફ ઉપર,

હું આંગળીથી એક નામ લખું,

અને પછી ધીરે ધીરે એને

ઓગળતા જોઉં,

એક નામ મેં મારાં દિલ પર લખ્યું છે,

એ નામ હું રોજ મારામાં ઓગળતા જોઉં,

એ નામ એવી રીતે ઓગળ્યું મારામાં,

જેવી રીતે લોહીમાં પ્રાણવાયુ.

આ એક નામ ચાહે બરફમાં કે લોહીમાં

હમેશ મારામાં ઓગળતુ રહેશે …

એ એક નામ…

રચનાકર્તા – Sapana

sourse: http://kavyadhara.com

shri

મોત..

જિંદગીથી સંબંધ તૂટતા જો્યા,

મેં આજે મૌતને ગળે મળતા જો્યા.

દુઆ માટે ન હાથ ઊંચા થયા,

વિવશ હાથ લટકતા જો્યા.

ન હતો ભય ક્યારેય મોતનો,

અડિખમને મોતથી ડરતા જો્યા.

હાયે,જવાનું તો હતું એકલું જ,

પથ્થર જે વા નયનો પથરાતા જો્યા.

ઠંડી ઠંડી કાયાને,ઊની ઊની માટી,

કબરનાં દરવાજા બંધ થતા જો્યા.

ગળે લગાવ્યા સ્વજનોને મારા,

કોઈના સ્વજનોને રોતા જો્યા.

મા સીધારી સ્વધામ એકલી,

સંતાનોને મેં ટળ વળતા જો્યા.

એ ખુદા તું સ પનાને ઊઠાવ પ હેલા,

નથી જોવા સ્વજનોને, તૂટતા જો્યા.

રચનાકર્તા – Sapana

sourse: http://kavyadhara.com

shri

છેલ્લું ડગલું…

સાંજ ઢળી,

એક વધારે ડગલું ભર્યું,

મંઝિલ એટલે ?

મોત…

રોજ જિંદગી ખર્ચુ છું,

રોજ કેલેન્ડરનું એક પત્તુ ફાડી,

દિવસો ઘટાડું છું.

કોને ખબર ક્યું ડગલું,

છેલ્લું ડગલું હશે?

અને પછી ચાલવું નહીં પડે,

કાં તો ચાર ખભા અથવા

hearse ની પાલખીમા સૂવાડી ,

ખુશી ખુશી મારાં સ્વજનો,

મને મંઝિલ સુધી પહોંચાડશે.

હું પાલખીમાં સૂતી સૂતી વિચારીશ,

બેફામનો શે’ર,

બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

>> hearse=કોફીનને કબ્રસ્તાન સુધી લઈ જવાની કાર

રચનાકર્તા – Sapana

sourse: http://kavyadhara.com

shri

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો…

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી. રસ્તાની ગાયો હઠાવી તો જો.

ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો. બીન લાદેનને આંગળી અડાડી તો જો.

ચીર પુર્યાં તે દ્રૌપદીનાં. મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.

ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી. કોલેજની છોકરી એક પટાવી તો જો.

સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો. અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો…

સુરતના ‘ગુજરાતમિત્ર’ની પુર્તીમાંથી.
Ref: dhavalrajgeera.wordpress.com

shri

એન્જીનિયર

જીંદગીથી હરેલો છે, પણ ‘બગ’થી હાર નથી માનતો,
પોતાના ‘પ્રોજેક્ટ’ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,

પોતાની ‘એપ્લીકેશન’ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,

દસ હજાર લીટીનાં ‘કોડ’માં ‘એરર’ શોધી લે છે,
પણ મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,

‘કોમ્પ્યુટર’માં હજારો ‘વિન્ડો’ છે,
પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,

‘કૉડીંગ’ કરતા કરતા ખબર જ ના રહી,
‘બગ’ની ‘પ્રાયોરીટી’ ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,

પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો ‘સિગારેટ’ના ધુમાડામાં ખોવાઇ ગયો,
દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ, શનિ-રવિ પર દારુ પીને મજા કરી રહીયો છે,

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
આ જુઓ પાછી ‘બસ’ છૂટી ગઇ ને ‘રિક્શા’થી આવી રહીયો છે,

‘પીત્ઝા’ ગળે નથી ઉતરતા તો સાથે ‘કોક’ના ઘૂંટડા લઇ રહીયો છે’ સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,

‘ઓફિસ’ની થાળી જોઇ મોઢુ બગાડે છે,

માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે…

રચનાકર્તા – Kishorsinh

sourse:  http://kishorrajput.blogspot.com

shri

દિલની વાત કેવી ન્યારી,
પ્રેમમાં પડોને લાગે દુનિયા સારી

દિવસે રાત ને રાતે સપ્નાં
સપ્નામાં પ્રીતમનો પ્યાર
હું તો ઊંઘમાય પ્રીતમ પર વારી
દિલની વાત કેવી ન્યારી,કજરારે નેનથી થયા ઘાયલ,
ભૂલી સાનભાન બન્યા પાગલ
તમારી હર એક અદા લાગે પ્યારી
દિલની વાત કેવી ન્યારી,કહેવું છે તોય કહેવાતું નથી,
મળું છું તો’યે ધરાતું નથી,
આ દિલ પણ કેવું છે અનાડી
દિલની વાત કેવી ન્યારી..

રચનાકર્તા – વિજય રોહિત

sourse:

http://vijayrohit.blogspot.com


shri

સ્માઈલ તમારું 24 કેરેટ
પ્રેમ અમારો પ્લેટિનમ.. હસતા રહેજો મળતા રહેજો
સપ્નામાં પણ ઝંખતા રહેજો
દિલ તમારું પોપ સોંગ
પ્રેમ અમારો ક્લાસિકલ
…..સ્માઈલ તમારું 24 કેરેટ

Your smile is my life
it makes me smile
I like you so much
when you wiil be mine.અદાઓ તમારી ફેશનેબલ
પ્રેમ અમારો ઈન્ટરનેશનલ
…..સ્માઈલ તમારું 24 કેરેટકેટરીનાનો ક્લાસ ના આવે
મીસ વર્લ્ડને ય ઈર્ષ્યા આવે
રૂપ તમારું છે ઑસમ
પ્રેમ અમારો એક્સીલન્ટ
…..સ્માઈલ તમારું 24 કેરેટ

સૂરના કામણ કરે ઘાયલ
તોય પાછું રાખો પાયલ
કંઠ તમારો વ્હીસ્કી બ્રાન્ડ
પ્રેમ અમારો માદક રમ…
…..સ્માઈલ તમારું 24 કેરેટ

રચનાકર્તા – વિજય રોહિત
sourse:

http://vijayrohit.blogspot.com

shri

પહેલી નજરમાં ગમી ગઈ,
વાતમાં વાત બની ગઈ


ન હતું ચેન, ન હતો કરાર
શું હતો તારા નયનનો જાદુ
કે આ દિલમાં ઘર કરી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,કેવી હતી મળવાની આતુરતા,
જાણે પાનખરને વસંતના ઓરતા
પૂછ્યું મળવાનું ને તું હસી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,કુંજગલીમાં કલરવ તારા નામનો
જાણે કોયલનો ટહુકો મારા નામનો
તારા આવવાની વાત બધે વહી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ,તને મળવું મારું સપ્નું હતું,
હૃદયમાં પ્રેમનું આખું ઝરણું હતું,
તને મળ્યોને ઈચ્છા શમી ગઈ
પહેલી નજરમાં ગમી ગઈ…

રચનાકર્તા – વિજય રોહિત
sourse:

http://vijayrohit.blogspot.comAdvertisements

Responses

 1. સંકેત, તમારો બ્લોગ ગમ્યો અને તેથીય બધુ તમારુણ વ્યક્તિત્વ અને સૃજનશીલતા વિવિધપરિણામી ક્ષમતાઓ પ્રભાવિક કરી ગઈ અને મને મળ્યો સંકેત જે આ શીધ્ર મુક્તકરુપે અર્પણ કરુ છું.

  તમારા નામમાં છૂપાયેલો અગમ્ય કંઈ સંકેત,
  તમારા બ્લોગ પર જોત મળ્યો થોડોઘણો સંકેત
  તમે અધ્યાત્મ,સાહિત્ય,અને વેબના ડિઝાઈનર પણ
  દિલે નાના તમારા નિરખ્યો વિરાટનો સંકેત
  બઢાવો દોસ્તીનો હાથ દિલીપનો આટલો સંકેત

  દિલીપ ગજજર..
  મારિ ગઝલ આપના બ્લોગ પર રાખવા બદલ આભાર..

  • શ્રી દિલીપભાઈ,
   પ્રથમ તો મારા બ્લોગ ની મુલાકાત અને પ્રતીભાવ આપવા બદલ આભાર..
   આપે મારા માટે લખેલો મુક્ત પણા નો સંકેત મને ખુબ જ ગમ્યો..આ બદલ આપ નો ખુબ ખુબ આભારી છુ..!

   સંકેત દવે.

 2. તને મળવું મારું સપ્નું હતું,
  હૃદયમાં પ્રેમનું આખું ઝરણું હતું,
  તને મળ્યોને ઈચ્છા શમી ગઈ
  પહેલી નજરમાં ગમી ગઈ…

  એકમેકને જોતાં
  ઈચ્છાઓ શમી ગઈ કે
  કે ફળી ગઈ
  કે મંજિલ મળી ગઈ
  શુભ છે બેય પ્રિતના
  પ્રકાશિત પથ પર
  એકમેકના બની
  જીવનના પરમ મધુનો
  આનંદ લો અને
  સ્રુજનશીલતા
  ધરો સ્વામિચરણે
  એજ અભ્યર્થના..
  આપ ઉભયને
  દિલીપની

 3. સંકેતભાઈ,
  તમારો બ્લોગ ઘણો સરસ છે ફરી ફરી આવિશ અને પ્રતિભાવ આપીશ.
  રહે સલામત સાહિત્યની દુનિયા,
  મિત્રતાના છોડ ઉજરે એ દુનિયા,
  આ છે આ છે બ્લોગ જગત ભલા,
  આ તો છે પ્રેમીઓની દુનિયા..
  સપના

  • સપનાબેન આપ નો ખુબ ખુબ આભર…! હુ કવિ કે લેખક તો નથી, પરંતુ હા આપડી આ ગુજરતી ની અસ્મિતા ને તમરા જેવા કવિઓ ની રચના ને આગડ ધપાવતો રહીશ..!
   આભાર સહ, સંકેત દવે.

 4. hi


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: