Posted by: Sanket Dave | January 29, 2010

ઈર્શાદ છે… વાહ..વાહ.

વહાવી આંસુ પણ એ અક્ષરો ધોઈ નથી શકતો,
નયન વરસે છતાં જાણે પૂરું રોઈ નથી શકતો,
કહુ તો જિંદગી માં જે  હતું તે સર્વ છે ખોયું
ફક્ત એક તારી યાદ ને ખોઈ નથી શકતો.

અજ્ઞાત

મહોબ્બત મોતની મહેમાન થઇ ગઈ છે,
તો નજરની દુનિયા વેરણ થઇ ગઈ છે,
મારા તો શ્વાસ પણ મારા નથી રહ્યા,
આ જિંદગી તમારા પર કુરબાન થઇ ગઈ છે.

અજ્ઞાત

આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખરું ઝરણું બની વહેવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.

અજ્ઞાત

હથોડીની કે કરવતની જરૂર નથી,
દિલ મારું એક ફૂલ છે પથ્થર નથી,
તૂટી જશે બે ચાર ઝેરીલાં શબ્દોથી,
અડીખમ રહે તારી સામે ગુરુર નથી.

અજ્ઞાત

પરીક્ષ્રા કરવી હશે અમારી પણ,

ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા,

મન ને તેની જાણ હતી કયારેક,

નેશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા.

સાથ આપતા રહયા તે અમને.

વઘુ એકાંત માં મુકતા રહી ને,

પામવા નીકળ્યા હતા તે અમને,

મેળવી ને પણ ગુમાવી ગયા ને.

અજ્ઞાત

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,

એ શું કે તારા માટે ફક્ત ઈન્તિઝાર દે.

– મરીઝ

સમયની ભીની રેત પર..

યાદોનાં પગલાં પડ્યા છે,

ના તો રેત સુકાય છે,

ના એ પગલાં ભુંસાય છે.

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે

તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે?

જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?

જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે

– જવાહર બક્ષી

આજે દુનિયામાં કેટલું ઝેર છે,

કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?

મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,

…આને તો મર્યા પછી પણ લીલા લહેર છે

અજ્ઞાત

એક જીવન એવુ જીવીશ કે રડતા લોકો ને હસાવી જઈશ..,

એક મ્રુત્યુ એવુ મરીશ કે હસ્તા લોકો ને રડાવી જઈશ..,

પણ કોઇ એક કામ એવુ કરીશ કે…

વરસો સુધી “તમારી યાદ” મા વસી જઈશ…!

અજ્ઞાત

મજા છે તારો હાથ પકડી રખડવાની રસ્તે રસ્તેને વાટ વાટ,

નથી પહોચવું હવે મારે મંજીલ તું જો છે મારી બસ આસપાસ.

અજ્ઞાત

સંબંધમાં પણ

માપપટ્ટી રાખે છે,

મારે તો શૂન્યથી પણ

ઓછા અંતરે આવવું છે.

-નરેન્દ્ર રાવલ

જિંદગીને એમણે

રંગીન કાગળ ગણી.

મને છોડ્યો છે

હાંસિયો ગણી.

“હતી દ્રષ્ટિ પરંતુ એમાં કંઈ રંગીનતા નો’તી,

હ્રદય શું છે મને એ વાતની કંઈ કલ્પના નો’તી,

તમારા સમ તમે આવ્યા જીવનમાં એની પેહલાં તો

પરીઓની કથાઓ પર, જરાયે આસ્થા નો’તી.”

– સૈફ પાલનપુરી

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.

કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.

જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે.

– શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,

અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,

મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,

કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,

ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,

મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,

મળી છે અમોને જગા મોતીઓમાં,

તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,

દરદ સાથે સીધો પરિચય છે મારો,

હકીકતમાં હું એવો રોગી છું જેને,

બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,

છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,

દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

-શૂન્ય” પાલનપુરી

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક

ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી

વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ

એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ

દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી

એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

-”શૂન્ય” પાલનપુરી

એકલતામાં નેટ પર સર્ફીંગ કરતા-કરતા,

લાગણી ડોટ કોમ પર માઉસ અટકી ગયું.

હળાહળ કાતિલ એકલતાના પર્યાયરૂપે,

લોગ-ઈન કર્યું…..!!

અજ્ઞાત

આ હવા માં મહેક છે આપની…

આ ચાંદની માં ચમક છે આપની…

આ દિલ થી જે કયારેક પણ અલગ થાઇ ના શકે…

એતો માત્ર ને માત્ર “દોસ્તી” છે આપની…!

અજ્ઞાત

ખબર નથી!

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!

પણ વિચારોને ઘણીવાર કાગળ પર
ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની
કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક
લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ
મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્તા પહેલા
જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં
આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત
જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી,
એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો
ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની
મોટી ખુશીઓ છીનવી લઉ છું.

અજ્ઞાત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: