Posted by: Sanket Dave | January 29, 2010

આધ્યાત્મ.

મારાં મત પ્રમાણે  “ધર્મ” એટલે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, આનંદ, સેવા, વિવેક, શાંતિ, નમ્રતા, સદ્-વિચાર, સદ્-ભાવના, ભક્તિ, સંતોષ, નિ:સ્વાર્થ ભાવ, સહનશક્તિ, કોઈપણ પરિસ્થિતિ માં દરેક જીવ પ્રત્યે માન અને સાથે સાથે કુભાવ નો અભાવ, સત્ય અને અહિંસા – આ બધાં જ ગુણો નો આદ્યાત્મિક સમન્વય.

ચૌદભુવન

shri

તલ, અતલ, વિતલ, સુતલ, સસાતલ, પાતાલ, ભુવલોક, ભુલૌકા, સ્વર્ગ, મૃત્યુલોક, યમલોક, વરૂણલોક, સત્યલોક, બ્રહ્મલોક.

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.

આપણા કુલ 4 વેદો છે:

1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ

કુલ 6 શાસ્ત્ર છે:

1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ

આપણી 7 નદી:

1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7]કાવેરી

આપણા 18 પુરાણ:

1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5] લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ 10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14] નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18] વરાહપુરાણ

પંચામૃત:

દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ

પંચતત્વ:

પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ

ત્રણ ગુણ:

સત્વ, રજ અને તમસ

ત્રણ દોષ:

વાત, પિત્ત, કફ

ત્રણ લોક:

આકાશ, મૃત્યુલોક, પાતાળ

સાત સાગર:

ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર

સાત દ્વીપ:

જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ

ત્રણ દેવ:

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

ત્રણ જીવ:

જલચર, નભચર, થલચર

ત્રણ વાયુ:

શીતલ, મંદ, સુગંધ

ચાર વર્ણ:

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર

ચાર ફળ:

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

ચાર શત્રુ:

કામ, ક્રોધ, મોહ, લોભ

ચાર આશ્રમ:

બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ

અષ્ટધાતુ:

સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ, પિત્તળ, રાંગુ

પંચદેવ:

બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય

ચૌદ રત્ન:

અમૃત, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, ઉચ્ચૈશ્રવા ઘોડો, પાંચજન્ય શંખ, ચન્દ્રમા, ધનુષ, કામધેનુ, ધનવન્તરિ. રંભા અપ્સરા, લક્ષ્મીજી, વારુણી, વૃષ.

નવધા ભક્તિ:

શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન.

અઘરુ છે…

સ્થિત પ્રજ્ઞ થવુ અઘરુ છે

સરળ થ ઇ ચાલવુ અઘરુ છે

એય પણ બહુ સહેલુ ક્યા છે

પ્રભુમય થ ઇ જવુ અઘરુ છે

કોશીશ થાય તો કરજો

મૌન ને પાળવુ અઘરુ છે

હોય ભલે સો મણ જેવી તળાઇ

તેમા નિદ્રાઘિન થવુ અઘરુ છે

આર્ટ ઓફ લિંવીગ ની વાત પછી ની છે

માણસ બની જીવન જીવવુ અઘરુ છે

ઍ છે બધુ તેમની મરજી પર હે મન                

સ્વામિ શ્રી ની જેમ ભક્તિમા મન પરોવવુ અઘરુ છે

shri

shri

પહેલા ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ.

આથી ઊલટું કરવાની કોશિશ ન કરો

જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી

તમે સંસારિક જીવન ગાળશો

તો તમે મનની શાંતિ કદી નહી ગુમાવો.

-રામકૃષ્ણ પરમહંસ

માળાની અંદર 108 મણકા નુ ગણિત.

· માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

·  બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.

·  જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

· આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

· પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

· જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.

· 108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

· માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.

· આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

·  ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.

· શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

·  જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય.

-Rupen Patel  http://rupen007.wordpress.com

સાચો અર્થ કયો ? :-

01. સૌથી ધારદાર તલવાર કઇ ?

– ક્રોધી વચનો.

02. સૌથી કાતિલ ઝેર ક્યું ?

– લોભ

03. સૌથી ભયાનક આગ કંઇ ?

– વાસના

04 સૌથી અંધારી રાત કંઇ ?

– અજ્ઞાન

05. સૌથી વધુ લાભ કોને મળે ?

– ક્ષમા અને દાન આપનાર

06. સૌથી વધુ ખોટ કોને જાય ?

– વ્યસની મનુષ્યને

07. સૌથી વધુ રક્ષણ કરનાર ઢાલ કઇ ?

– ધીરજ

08. સૌથી શ્રેષ્ઠ આયુધ કયું ?

– ડહાપાણ

09. સૌથી ભયાનક ચોર કયો ?

– કુવિચાર

10. સૌથી મૂલ્યવાન ભંડાર કયો ?

– સદ્ ગુણો.

11. સૌથી મજબુત તિજોરી કઇ ?

– આત્મ જ્ઞાન

12. મિત્રતા કોણ તોડે ? –

– સ્વાર્થા અને ઇર્ષા.

13. સૌથી સુંદર શું ?

– ભલાઇ

14. સૌથી કદરૂપું શું ?

– બુરાઇ

15 સૌથી કપરું દુ;ખ કયું ?

– નિર્બળતા

16. સૌથી મોટો આનંદ કયો ?

– સ્વતંત્રતા, બ્રહ્માનંદ

17. સૌથી ભયાનક રોગ કયો ?

– ભવ રોગ

18. સૌથી શ્રેષ્ઠ વૈદ્ધ કોણ ?

– પ્રજ્ઞાવાન પુરુષ

રુદ્રાક્ષ :

rudraksha

ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર  નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે.રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રૂદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે.શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર અનેક જન્મોના ચક્રમાંથી મુકત થઇ મોક્ષ મેળવે છે. એક મુખી, દ્વિમુખી, અગિયારમુખી, ચૌદમુખી અને એકવીસ મુખી રુદ્રાક્ષ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે.રુદ્રાક્ષની કસોટી કરવામાં આવે છે. સાચો રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે. ઊકળતા ઘીમાં ફાટી જતો નથી.કાચા દૂધમાં મૂકવામાં આવે તો દૂધ ફાટતું નથી.

હિમાલયના શિતપ્રદેશોમાં રુદ્રાક્ષનાં તાડ જેવાં લાંબા વૃક્ષો ઉગે છે. એમાં સંતરા જેવડાં ફળ આવે છે. આ ફળમાંનું બીજ એટલે રુદ્રાક્ષ.

એક મુખી રુદ્રાક્ષને ‘શિવ’ નામનો રુદ્રાક્ષ કહેવામાં આવે છે. દ્વિમુખી ‘ઉમાશંકર’, ત્રણ મુખીને ‘અગ્નિમુખ, ચાર મુખીને ‘બ્રહ્મા’, પાંચ મુખીને ‘શિવા’, છ મુખી રુદ્રાક્ષને ‘કાર્તિકેય’ કહે છે. સાતમુખીને ‘અન્નદાતા’, આઠમુખીને ‘શ્રીગણેશ’, નવમુખીને ‘ભૈરવ’, દસમુખીને ‘નારાયણ’ અને અગિયારમુખી રુદ્રાક્ષ ‘રુદ્ર’ ,બાર મુખીને ‘ભાસ્કર’ તેરમુખીને ‘વિશ્વ દેવા’, ચૌદમુખીને ‘હનુમાનજી’ સ્વરૂપ મનાય છે. પંદરમુખી ‘પશુપતિનાથ’, સોળમુખી ‘કાલ્બીમયા’ અને સત્તરમુખીને ‘વિશ્વકર્મા’ તેમજ અઢારમુખીને ‘પૃથ્વી’, ઓગણીસમુખીને ‘નારાયણ’, વીસમુખીને ‘બ્રહ્મ’ તથા એકવીસમુખી રુદ્રાક્ષને ‘કુબેર’ નામથી ઓળખવામાં આવે છે.

શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે

‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં

અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે

અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.

રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે.

“રુદ્ર” એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ.

“અક્ષ” એટલે આંખ – નયન – લોચન – નેત્ર – ચક્ષુ.

રુ: એટલે અંધકાર, અજ્ઞાન, મલીનતા, પાપ, દોષ, ભય, પીડા

દ્ર: એટલે દ્રવવું, પીગળવું, ઓગળવું, મુક્ત થવું, છૂટવું.

-Rupen Patel  http://rupen007.wordpress.com

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ…

અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંતઅમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંતમનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત

ગંગા સતી

shri

વૈષ્ણવજન તો તેને રે કહીયે જે…

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.

પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.

વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.

રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.

ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

નરસિંહ મહેતા

Advertisements

Responses

  1. very nice


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Categories

%d bloggers like this: